શીંગ પાક

WhatsApp Group Join Now
Telegram Group Join Now

 શ્રાવણ માસમાં ઉપવાસ માટે : શીંગ પાક

ખુબ જ સરળતાથી અને ઓછા સમયમાં બની જાય છે તમે જો મારી વેબસાઇટ પર નવા છો અને હજી સુધી સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો પેલા મારી વેબસાઇટ subscribe કરી લેજો.


આજે આપણે બનાવીશું સિંગ પાક આ રેસિપીથી ખુબ જ સરળતાથી અને ઓછા સમયમાં બની જાય છે.


સિંગ પાક એટલો સોફ્ટ બને છે કે મોટી ઉંમરના લોકોને દાંતની તકલીફ હોય તો પણ ખાઈ શકે છે.


તો ચાલો આજે તમને હું બતાવું શીંગ પાકની રેસીપી...


અત્યારે શ્રાવણ માસમાં ઘરે ઉપવાસ માટે તથા ફરાળી વસ્તુ ઓ ખૂબ જ બનાવવામાં આવે છે તો આજે આપણે તમારા માટે એક સરસ મજાની રેસિપી લાવ્યા છીએ તો ચાલો તમને બતાવીએ.....


તમારે સૌ પ્રથમ એક કપ શીંગને શેકીને તેના ફોતરા કાઢી લેવાના છે ત્યારબાદ આપણે શીંગને મિક્સર જારમાં ક્રોસ કરી લેવાની છે તો આપણે અહીં એકદમ સ્મૂથ પાઉડર નથી બનાવવાનો થોડું  અઘ કચરું રાખવાનું છે મિશ્રણ

તો અહીંયા સીંગ ભૂકો રેડી થઈ ગયો છે હવે આપણે સિંગ પાક બનાવવાનું સ્ટાર્ટ કરશો એ માટે કડાઇમાં આપણે ત્રણ ચમચી ઘી ઉમેરશો, જો તમે વધુ ઘી યુઝ કરતા હોય તે પ્રમાણે થોડું વધારે લેવું પડશે, હવે ઘી ઓગળી જાય એટલે


તેમાં ગોળ ઉમેરવાનો છે તો ટોટલ આપણે અહીં અડધી વાટકી ગોળ લેશું, ગોળ નું માપ હંમેશા સિંગ કરતાં અડધું હોય છે એટલે એક વાટકી સિંગે, અડધી વાળથી ગોવા લેવાનો છે


અત્યારે તમારે ગેસની ફ્લેમ ને મીડીયમ પર જ રાખવાની છે અને મિક્સ કરતા રહેવાનું છે તોય અમે ગોળને જીનો  કાપી લીધો હતો એટલે જલ્દી ઓગળી જાય, તો ગોળ ઓગળતા જાજો સમય નહિ લાગે બે થી ત્રણ મિનિટમાં ગોળ સરસ ઓગળી જશે

આપણે ગોળ ઓગળી જશે ત્યાં સુધી જ રાખવાનું છે ગોળનો પાયો નથી બનાવવાનું એટલે બે થી ત્રણ મિનિટમાં એકદમ સરસ ઓગળી જશે અને બબલસ આવવા લાગશે, આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું,


અને પછી શીંગ નો ભૂકો એડ કરશો તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ફ્લેમ બંધ કરો પછી શીંગ ભૂકો એડ કરવાનો, નહિતર જો ગોળ વધુ થઈ જશે એકદમ કડક બનશે અને ખાવામાં મજા નહીં આવે,


તો ગેસ ની ફલેમ બંધ થાય એટલે ભૂકો એડ કરશો અને સરસ રીતના બધું એક રસ થઈ જાય એવી રીતના મિક્સ કરશો, તો તમને અત્યારે બતાવશે કે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે ગેસ પરથી નીચે ઉતારી લેશો,


હવે પ્લેટમાં આપણે બે થી ત્રણ ટીપા નાખશું તેલના અને સરસ રીતના હાથેથી જ આવી રીતના સ્પ્રેડ કરી દઈશું તો આપણે આ પ્લેટ પણ સરસ ગ્રીસ થઈ ગઈ છે હવે તેમાં આપણે શીંગ પાક છે એ બધું જ એડ કરી દેશો,


હવે સિંગ પાકનું સર લવેલિંગ થાય એ માટે એક વાટકીનો પાછળનો ભાગ છે એમાં થોડું તેલ એપ્લાય કર્યું છે અને પાછળના ભાગથી જ આપણા આવી રીતના પ્રેસ કરશો જેથી શીંગપાક સરસ રીતના આખી ડીશમાં આપણે પાથરી શકીએ અને એક સરખો લેવલિંગ આવે એટલે પીસ પણ સરસ પડે તો,


તમારે પતલા પીસ એકદમ રાખવો હોય તો આખી ડીશમાં પણ પાથરી શકાય છે મારે થોડા ઝાડા પીસ રાખવા હતા એટલે મેં આખી ડીશમાં મિશ્રણ નથી પાથરીયું


તો વાટકી ના પાછળના ભાગથી સરસ પ્રેસ કરવાનું અને તવિથા ની મદદ થી ડીશ માં અડધી સાઈડ પ્રેસ કરવાની જેથી એક સરખું લેવલિંગ આવે અને એક સરખી સાઈઝના પીસ પડે તો,


હવે શિંગ પાક જ્યારે ગરમ હોય ત્યારે તે ત્યારે પીસ પાડી દેવાના છે તો ગરમ ગરમ શીંગ પાકમા તમને જેવા ગમે તેવા નાના મોટા પીસ તમે પાડી શકો છો બને છે,


તો આ સિંગ પાક એટલો સોફ્ટ બન્યો છે, તો બધાને ખૂબ જ ભાવશે અને ખૂબ જ ઓછા સમયમાં પણ બની જાય છે એકવાર તમે શીંગ પાક ના પીસ પાડી લો એટલે ડેકોરેશન માટે તમે બદામ લગાવી શકો છો, દરેક પીસ પર ખૂબ જ ટેસ્ટી લાગશે પણ બદામ ઓપ્શનલ છે તો અત્યારે તમારે ઉખાડવાના નથી એકવાર ઠંડો થઈ જાય પછી આપણે પીસ ઉખાડી લેશુ અને સર્વ કરશો,


ખુબ જ સરસ પીસ ઉખડસે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી બનશે તો જોઈ શકો છો ખૂબ જ સોફ્ટ બન્યો છે


તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને આવી નવી રેસિપીઓ જોવા માટે મારી વેબસાઇટ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.


#recipe  #healthtips  #shingpak #fastrecipes 

Post a Comment

0 Comments